ભાગવત રહસ્ય - 103

  • 476
  • 210

ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો જપ કરો. પરમાત્માના બે સ્વરૂપો છે.સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથમાં આવતું નથી.આંખને દેખાતું નથી,માત્ર બુદ્ધિથી તેનો અનુભવ થઇ શકે.   તેથી આપણા જેવા માટે –તો ભગવાનનું નામ સ્વરૂપ-મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે. ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે-પણ નામને છુપાવી શકતા નથી. નામસ્વરૂપ પ્રગટ છે. પરમાત્માના કોઈ પણ નામનો દૃઢ આશ્રય કરો.મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરો. લૌકિક વાસનામાં ફસાયેલું મન બગડે