ભાગવત રહસ્ય - 100

  • 422
  • 174

ભાગવત રહસ્ય-૧૦૦   આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી. શરીરની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ –દરાજ(ચામડીનો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે.   જગતના પદાર્થોમાં આનંદ નથી,આનંદનો આભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે. ગીતા માં કહ્યું છે- ક્ષણભંગુર(અનિત્ય).સુખ વગરના, આ જગતને પ્રાપ્ત કરીને –પણ-તું મારું જ ભજન કર (ગીતા-૯-૩૩) જે સુખ- વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે,તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે, પણ પરિણામમાં તે વિષ (ઝેર)