ભાગવત રહસ્ય - 95

  • 358
  • 158

ભાગવત રહસ્ય-૯૫   ત્રીજા સ્કંધના પ્રકરણોના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વમીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસામાં કપિલ નારાયણ ના ચરિત્રનું વર્ણન છે.વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે. જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.વાદળાં જેમ સૂર્યને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે.   યજ્ઞમાં -આહુતિ આપવામાં આવે-તો જ યજ્ઞ થાય(કહેવાય) એવું નથી. પણ-સત્કર્મ--જેવા કે –પરોપકારમાં શરીરને ઘસાવો-તે યજ્ઞ છે,કાયા,વાણી,મનથી કોઈને દુભાવવું નહિ તે યજ્ઞ છે,સદા પ્રસન્ન રહેવું તે યજ્ઞ છે,બ્રહ્મચર્યનું પાલન કરવું