ભાગવત રહસ્ય - 94

ભાગવત રહસ્ય-૯૪   ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.આમ ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.પણ ભાગવતની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે. અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.   હિરણ્ય-એટલે સોનું –અને અક્ષ એટલે-આંખો. જેની આંખમાં સોનું –ભર્યું છે –જેને સોનું જ દેખાય છે-તે હિરણ્યાક્ષ.હિરણ્યાક્ષ –એ સંગ્રહવૃત્તિ- લોભ છે. તેણે ભેગું કર્યું –અને હિરણ્યકશિપુ એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ –લોભ છે.આ લોભ