ભાગવત રહસ્ય - 93

  • 388
  • 142

ભાગવત રહસ્ય-૯૩   સનતકુમારો(સનકાદિ) ઋષિઓએ જય-વિજયને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામમાં આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.   જેનાં કપડાં મેલાં હોય-જેનું ચારિત્ર્ય સારું ના હોય તો તેની સામે આપણને પણ જોવાની ઈચ્છા થતી નથી. ભગવાન નજર એટલા માટે નથી આપતા કે-મારો કહેવડાવે છે-અને પાપ છોડતો નથી. મારો પટ્ટો (કંઠી) ગળામાં રાખે છે,વૈષ્ણવ છે-તેમ કહેવડાવે છે-અને ક્રોધ કરે છે-તને જોતાં