કાંતા ધ ક્લીનર - 25

  • 1.6k
  • 1
  • 1.1k

25.કાંતા હોટેલ નજીક આવી પહોંચી. હજી પંદર મિનિટ બાકી હતી. તે સવારની ભૂખી હતી જે હવે ખબર પડી. તેને થયું કે રાઘવને મળું. કદાચ કાઈં થઈ જાય. પછી પોતે પોતાની મેળે નજીકમાંથી કોઈ નાસ્તો લઈને ખાઈ લેશે એમ નક્કી કરી પહેલાં તો રિપોર્ટ કરી દઉં એમ વિચારતી હોટેલનાં પગથિયાં પાસે આવી પહોંચી. અત્યારે બપોર હતી એટલે કે ગમે એમ, હોટેલની લોબી, દાદર, વેઇટિંગ એરિયા, બધું સાવ ખાલી હતું. આમ તો કોઈ મોડું આવેલું કે નીકળવાની તૈયારી હોય તે ચેક આઉટ કરીને બેઠું હોય. જે હોય તે. કાંતા આગળ વધી.સહુથી ઉપલાં પગથિયે નાની કાચની કેબિનમાં ઊભેલા વ્રજલાલ તરત ઝડપથી તેની તરફ