ભાગવત રહસ્ય - 90

  • 458
  • 156

ભાગવત રહસ્ય-૯૦   કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિનાં ધર્મપત્ની છે.એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો. મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયામાં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.   આગળ દશમ સ્કંધમાં લાલાની કથા આવશે.- ગોપીઓ યશોદા આગળ –લાલાની ફરિયાદ કરે છે-કે કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે-તમે અંધારામાં માખણ રાખો,જેથી કનૈયો દેખે નહિ. ત્યારે ગોપીઓ કહે છે-કે-અમે અંધારામાં માખણ