ભાગવત રહસ્ય - 89

ભાગવત રહસ્ય- ૮૯   મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવતમાં વારંવાર આવે છે. તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ) જેણે બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્માનો વારંવાર –બહુ વિચાર કર્યો છે.   નિરાકાર –પરમાત્માને રમવાની “ઈચ્છા” થઇ. પરમાત્માને “માયા” નો સ્પર્શ થયો. એટલે “સંકલ્પ” થયો. કે-હું એકમાંથી અનેક થાઉં-ત્યારે-'પ્રકૃતિ અને પુરુષ'નું જોડું ઉત્પન્ન થયું. 'પ્રકૃતિ-પુરુષ' માંથી-મહત્ તત્વ (બુદ્ધિ). અને 'મહત્ તત્વ' માંથી 'અહંકાર' ઉત્પન્ન થયો. અહંકારના ત્રણ પ્રકાર છે-વૈકારીક (સાત્વિક)—ભૂતાદિ (તામસિક)—તેજસ (રાજસિક). પાંચ તન્માત્રાઓમાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઇ.પણ આ બધાં તત્વો કંઈ –ક્રિયા- કરી શક્યાં નહિ. એટલે