ભાગવત રહસ્ય-૮૬ દુર્યોધને નોકરોને હુકમ કર્યો કે- આ વિદુરજીને ધક્કા મારી ને બહાર કાઢી મુકો. વિદુરજી એ વિચાર્યું-કે આ દૂર્યોધનના નોકરો ધક્કા મારે તો તેમને પાપ લાગશે,હું જ સભા છોડી જઈશ. સમજીને ઘરનો ત્યાગ કર્યો છે.વિદુરજી ક્ષત્રિય હતા,હાથમાં ધનુષ્યબાણ ધારણ કરતા હતા. ધનુષ્યબાણ તેમણે ત્યાં જ મૂકી દીધાં છે. વિદુરજી સભાની બહાર આવ્યા તો-ચતુર્ભુજ નારાયણના દર્શન થયાં. પ્રભુએ ગાલમાં સ્મિત કર્યું છે- કહે છે-કે-મેં જ તમારી નિંદા કરાવી છે,મારી ઈચ્છા હવે એવી છે-કે તમે હવે હસ્તિનાપુરમાં રહેશો નહિ.હવે તમે તીર્થયાત્રા કરવા જાવ.વિદુરજીને પ્રભુ જે ઝૂંપડીમાં પધારેલા તેની મમતા લાગી હતી. વિદુરજી કહે છે-બહુ ભટકવાથી મન અશાંત રહે છે,મારે