ભાગવત રહસ્ય - 82

ભાગવત રહસ્ય-૮૨   આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિમાં બહુ વધારે ફેર નથી.સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાનથી દેખાય છે-તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી). સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્નમાં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે.   તત્વ દૃષ્ટિથી જોઈએ તો--સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા (પ્રમાણ આપનાર) એક જ છે. આ જગતમાં બ્રહ્મ તત્વ એક જ છે-પણ માયાને લીધે-અનેક તત્વ ભાસે છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો-કે- માયા જડ