ભાગવત રહસ્ય - 81

  • 590
  • 240

ભાગવત રહસ્ય-૮૧   કથાના ,ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.પણ શુકદેવજીને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.રાજર્ષિ પરીક્ષિતને પ્રથમ ત્રણ અધ્યાયમાં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ જ્ઞાન લીલા) (એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવતનો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજાનું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)   જયારે શુકદેવજીને દેહનું ભાન થયું ત્યારે –ત્રીજા અધ્યાય પછી- (ચોથા અધ્યાયમાં) મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું-બીજું શુકદેવજીનું અને અંતમાં સૂતજીનું. શુકદેવજીનું મંગલાચરણ બાર શ્લોકોનું છે ,બાકીના મંગલાચરણ એક એક શ્લોકના છે. શુકદેવજી