દવા વગર તંદુરસ્ત રહો - 4

  • 2.3k
  • 1
  • 936

૪) ચોર મચાયે શોર: શરીરમાં રોગ આપણને રોગ શા માટે થાય છે તે જાણી લઈએ, તો આપણે રોગ થતા અટકાવી શકીએ. મનુષ્યને રોગ થવાનાં કારણો અલગ અલગ સારવાર પધ્ધતિઓ દ્વારા અલગ અલગ રીતે સમજાવેલ છે. આ દરેક પધ્ધતિમાં સારવારના પ્રકાર અને દવાઓના પ્રકાર પણ અલગ અલગ છે. ૧) એલોપથી: આધુનિક વિજ્ઞાન એટલે કે એલોપથી મુજબ રોગો થવાનાં કારણો આ મુજબ છે: બાહ્ય કારણો: Ø  બેક્ટેરિયાથી (ટાઇફોઇડ, કોલેરા, ટીબી, ન્યુમોનીયા વિગેરે) Ø  વાયરસથી (શરદી, ફ્લુ, ડેંગ્યુ, પોલીયો, કમળો, શીતળા, હડકવા વિગેરે) Ø  પ્રોટોજોઆથી (મેલેરિયા, પાયોરિયા વિગેરે) Ø  ફૂગથી (ખસ, દાદર, ખરજવું વિગેરે) Ø  ભૌતિક કારણો જેવાં કે બહુ ઠંડી, બહુ ગરમી,