ભાગવત રહસ્ય - 78

  • 582
  • 228

ભાગવત રહસ્ય-૭૮   ધ્યાનના આરંભમાં માનસી સેવા(માનસિક ધ્યાન) કરવી. (આ ભક્તિયોગની એક સહેલી રીત છે).પ્રતિદિન સવારના પહોરમાં –આંખો બંધ કરી-(શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ ગમતું હોય તેની માનસિક કલ્પના કરો,)બાલકૃષ્ણનું સ્વરૂપ જો ગમતું હોય તો-કલ્પના કરો-કે-બાલકૃષ્ણે-રેશમના વાઘા પહેર્યા છે-મુખારવિંદ પર મંદ મંદ હાસ્ય છે,મોરપીંછ ધારણ કર્યું છે,કેડ પર કંદોરો છે,હાથમાં મોરલી છે,આંખોમાં મેંશ આંજી છે,ચરણોમાં નુપુર છે, અને બાલકૃષ્ણ લાલ છમ-છમ કરતા ચાલતાં ચાલતાં આવે છે.   ધીરે ધીરે કપાળની મધ્યમાં ધ્યાન કરો. પ્રકાશની જ્યોત દેખાશે. તે જ્યોતના દર્શનમાં મનને સ્થિર કરો.ઈશ્વર ની ઝાંખી થશે.આ પ્રમાણે માનસિક ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. જ્ઞાની પુરુષો મનનો મેલ ધોવા વિરાટ પુરુષની ધારણા