ભાગવત રહસ્ય - 77

ભાગવત રહસ્ય-૭૭   એકાંતમાં ઈશ્વરભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે. 'એક' શબ્દ નો અર્થ થાય છે-ઈશ્વર. એક ઈશ્વરમાં સર્વનો લય કરીને(સર્વનો અંત કરીને) બેસે તે એકાંત.ગૃહસ્થ ઘરમાં સમભાવ (સમતા) રાખી શકતો નથી, ભલે ને- એ રોજ ગીતાનો પાઠ કરે –કે-સમતા એ જ યોગ છે.ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી(અસમતાથી) ભરેલા છે. ત્યાં સમતા રાખવી ખુબ જ અઘરી છે.   વિષમતા (અસમતા) થી –વિરોધ- પેદા થાય છે.ગૃહસ્થના ઘરમાં –ભોગના –પરમાણુઓ રહેલા છે. જેથી ઘરમાં રહી –સર્વ વ્યવહારો પરમાત્મામાં લય કરવાનું-અંત કરવાનું-અઘરું છે. ઘરમાં 'સતત' પરમાત્માનું ધ્યાન કરવું બહુ કઠણ છે.આથી શુકદેવજીએ ભાગવત માં બહુ સ્પષ્ટ કહેલું છે-કે-જેનું મરણ સમીપ આવ્યું હોય તે