ભાગવત રહસ્ય - 76

  • 678
  • 246

ભાગવત રહસ્ય-૭૬   જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને કુટુંબનું ભરણપોષણ –કરવામાં જાય-તેને- તે- જ અંતકાળે યાદ આવે છે. એક ડોસો માંડો પડ્યો. તેનુ સમગ્ર જીવન દ્રવ્ય (કમાવવામાં-બચાવવામાં) પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો.છોકરાઓ બાપાને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે’ બોલવાનું કહે છે. પણ બાપાના મુખમાંથી હરિનું નામ નીકળતું નથી. જિંદગીમાં કદી હરિનામ લીધું હોય તો હરિનામ યાદ આવે ને ?   ડોસાને પ્રતિ સમય દ્રવ્ય દેખાય છે. દ્રવ્યનું ચિંતન કરે છે.ડોસાની નજર તેવામાં આંગણામાં પડી. ત્યાં જોયું તો વાછરડો સાવરણી ખાતો હતો. ડોસાથી આ નજીવું નુકસાન જોવાતું નથી.અને ડોસો હૈયું બાળે છે કે-મેં કેવી રીતે મેળવ્યું છે-તે આ લોકો શું