ભાગવત રહસ્ય - 75

ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દેતી નથી. માયા બે રીતે મારે છે. અનુકૂળ પરિસ્થિતિમાં વાસના વધે છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય હૈયું બાળે છે. માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહિ. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.'કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ' એમ માનવું એ અજ્ઞાન છે.   એક ભાઈએ સાંભળ્યું કે અમાવાસ્યાના દિવસે-સમુદ્ર સ્નાન કરવાથી સર્વ નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. તેથી તે સમુદ્રમાં સ્નાન કરવા માટે ગયો. પણ સ્નાન કરવાને બદલે-તે ત્યાં જ બેસી રહ્યો.લોકોએ તેને પૂછ્યું-સ્નાન કરો ને,કેમ શાંત બેસી રહ્યાં છો. સ્નાન ક્યારે કરશો? તે પુરુષે કહ્યું-સમુદ્રમાં ઉપરા ઉપરી તરંગો