ભાગવત રહસ્ય - 73

ભાગવત રહસ્ય-૭૩   તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્માઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે છે.વ્યાસજી પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજીનું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.વ્યાસજી વિચારે છે-ભાગવતનું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી.   રાજાએ સુવર્ણ નું એક સિંહાસન –ઉપદેશ આપનાર માટે ખાલી રાખેલું-તેના પર પરમાત્માની પ્રેરણાથી-જઈ બેસી ગયા છે.પરીક્ષિતે આંખો ઉઘાડી-સાષ્ટાંગ પ્રણામ કરી –પૂજા કરે છે. અને કહે છે-કે-‘મારો ઉદ્ધાર કરવા પ્રભુએ