ભાગવત રહસ્ય - 72

  • 428
  • 176

ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના પિતાનું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-રાજાને શાપ આપ્યો છે.‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષક નાગ કરડશે. તેનું મરણ થશે.’ આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી.મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?   બુદ્ધિ બગડે ત્યારે માનવું –કે કંઈક અશુભ થવાનું છે-કોઈક આપત્તિ આવવાની છે.પાપ થઇ જાય તો તેનો વિચાર કરીને –શરીરને તે માટે સજા