ભાગવત રહસ્ય-૬૮ નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-નારદજીએ કહ્યું તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની છાયા દેખાય છે. મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. લોકો જુઠ્ઠું બોલે છે,અનીતિ અને ચોરી વધી ગઈ છે. લોકોને ઘર ના બારણા પર તાળાં મારવાં પડે છે. મને ઘણા અપશુકન થાય છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ અને કૂતરાઓ મારી સમક્ષ રડે છે. લાગે છે કે હવે કોઈ દુઃખની વાત સાંભળવી પડશે. અર્જુન હજુ દ્વારકાથી આવ્યો નથી.તે આવી જાય પછી-આપણે જલ્દી હિમાલય તરફ પ્રયાણ કરીએ. આમ વાતો કરતા હતા –તે જ વખતે –અર્જુન દ્વારકાથી આવ્યો. તેના મુખ