ભાગવત રહસ્ય - 67

ભાગવત રહસ્ય-૬૭   વિદુરજીએ તેમની ૩૬ વર્ષની યાત્રાનું વર્ણન ૩૨ શબ્દોમાં કર્યું છે. આજ કાલ તો લોકો –આટલી જાત્રા અમે કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ-પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો.આ સુખી થવાનો એક માર્ગ છે.મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેણે બહુ પાપ કર્યા હોય –તેને વૃધ્ધાવસ્થામાં –ઊંઘ આવતી નથી.   વિદુરજી ધ્રુતરાષ્ટને પૂછે છે-કેમ ભાઈ,ઊંઘ આવતી નથી? જે ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા-તેના ઘરમાં તું ખાંડના લાડુ ખાય છે !! તને શરમ નથી આવતી? ધિક્કાર છે તને, -પાંડવોને તેં દુઃખ આપ્યું. તું એવો દુષ્ટ છે-કે દ્રૌપદીને