ભાગવત રહસ્ય-૬૫ સ્કંધ પહેલો-૩૬ (ચાલુ) આ જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. ઘણાં મંદિરમાં જઈને પણ વેપાર કરે છે. (થોડું આપી ને વધુ માગે –તેનું નામ વેપાર) રણછોડરાય ને અગિયાર રૂપિયા ભેટ માં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટ માં આવજો. વકીલ ને ૩૦૦ આપે અને ઠાકોરજી ને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ કરતાં યે હલકો?- એટલે જ જયારે લક્ષ્મીજી ભગવાન ને પૂછે છે કે-તમે તમારાં