ભાગવત રહસ્ય - 64

  • 484
  • 234

ભાગવત રહસ્ય-૬૪   શરીર સારું છે-ત્યાં સુધી –સાવધ થઇ જાવ. અંતકાળમાં જીવ બહુ અકળાય છે.શરીર રોગનું ઘર થાય છે. પ્રાણ-પ્રયાણ સમયે વાત-પિત્ત-કફના પ્રકોપથી ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થના –થાય પણ તે પ્રાર્થના કામ લાગતી નથી.   આજથી જ નક્કી કરો કે-મારે કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છે. પ્રભુને રોજ પ્રાર્થના કરો.   શરીરમાં શક્તિ છે ત્યારે જ ખુબ ભક્તિ કરો અને પ્રભુને રીઝાવો.-તો અંત કાળે –પ્રભુનું સ્મરણ થાય છે-અને પ્રભુ લેવા આવે છે.લાલાજી ને રોજ પ્રાર્થના કરો-તો-લાલાજી જરૂર આવશે. ભીષ્મ પિતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે- હે નાથ, કૃપા કરો.જેવા ઉભા છો-તેવા