ભાગવત રહસ્ય - 63

ભાગવત રહસ્ય-૬૩   કુંતાજી સ્તુતિ કરે છે-આપ એવી દયા કરો-કે મને- અનન્ય ભક્તિ-પ્રાપ્ત થાય. નાથ, મને કઈ આવડતું નથી –પણ –હું તમારા ચરણમાં વારંવાર વંદન કરું છું. સ્તુતિનો આરંભ કુંતાજીએ વંદનથી કર્યો છે અને સમાપ્તિ પણ વંદનથી કરી છે. સાંખ્ય-શાસ્ત્રનાં ૨૬ તત્વોનું –પ્રતિપાદન (વર્ણન) -૨૬ શ્લોકોની આ સ્તુતિમાં કરવામાં આવ્યું છે.   ભગવાન બધું કરી શકે પણ ભક્તને નારાજ ન કરી શકે.કુંતાજીનો ભાવ જાણી-કૃષ્ણે વિચાર કર્યો કે-હું જઈશ તો તેમને બહુ દુઃખ થશે.આથી શ્રીકૃષ્ણ પાછા વળ્યા છે અને કુંતાજીના મહેલમાં પધાર્યા છે. અતિશય આનંદ થયો છે.   ઘરની શોભા ભગવાનને લીધે છે. જે ઘરમાં કનૈયાની સેવા થાય છે,કૃષ્ણ કિર્તન થાય