ભાગવત રહસ્ય - 59

  • 724
  • 334

ભાગવત રહસ્ય-૫૯   દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો.અર્જુનને કહ્યું-“આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી એક પણ હવે જીવતો થવાનો નથી.પરંતુ અશ્વસ્થામા ને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામાની મા વિધવા છે.તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.”   કોઈના આશીર્વાદ ન લો તો કંઈ નહિ-પણ કોઈનો નિસાસો લેશો નહિ. કોઈ નિસાસો આપે તેવું કૃત્ય કરતા નહિ.જગતમાં બીજાને રડાવશો નહિ, જાતે રડજો.   ભીમ કહે છે-આ બાલ-હત્યારા ઉપર દયા હોતી હશે ?તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ ? પણ -દ્રૌપદી વારંવાર કહે છે-મારશો નહિ.અર્જુન વિચારમાં પડ્યા. ત્યારે-શ્રીકૃષ્ણે આજ્ઞા કરી-દ્રૌપદી બોલે