ભાગવત રહસ્ય - 58

  • 226
  • 64

ભાગવત રહસ્ય-૫૮   પવિત્ર પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે.પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરુ કરે છે.પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેણે પ્રભુ-દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.પરીક્ષિતમાં આ પાંચેયની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળની કથા કહેવામાં આવે છે.   ૭ થી ૧૧ –આ પાંચ અધ્યાયોમાં બીજશુદ્ધિની કથા છે-અને પછી-૧૨મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે.વંશશુદ્ધિ બતાવવા માટે-પાંડવ અને કૌરવોની યુધ્ધની થોડી કથા કહી છે. શ્રીકૃષ્ણના લાડીલા –પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. અશ્વસ્થામાએ વિચાર્યું-કે-પાંડવોએ કપટથી મારા પિતાનો વધ કર્યો છે. એટલે હું પણ પાંડવોને કપટથી મારીશ. પાંડવો જયારે સુઈ