ભાગવત રહસ્ય - 57

ભાગવત રહસ્ય-૫૭   શુકદેવજીને શ્રીકૃષ્ણનું આકર્ષણ થયું-પણ સગુણ-કે નિરાકાર –આ બેમાંથી કોનું ધ્યાન કરું ? તેવી દ્વિધા પણ થઇ.ત્યાં જ-વ્યાસજીના શિષ્યો-બીજો શ્લોક બોલ્યા-(આ શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્વભાવ સુંદરતા બતાવી છે) “અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?”   શુકદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ ? તેનું નિવારણ થયું.તે આમ તેમ જોવા લાગ્યા.આ શ્લોક કોણ બોલે છે ? ત્યાં તેમણે વ્યાસજીના શિષ્યોનાં દર્શન થયા. શિષ્યોને તેમણે પુછ્યું