ભાગવત રહસ્ય - 55

  • 534
  • 216

ભાગવત રહસ્ય-૫૫   વ્યાસજી –એ –સમાજ સુધારક સંત છે. જે સંતને સમાજ સુધરે તેવી ભાવના છે-તેને સમાજનું થોડું ચિંતન કરવું પડે છે.ભક્તિમાં –આ-વિઘ્ન કરે છે.વ્યાસજી –બધાં પરમાત્માને શરણે જાય-બધાં સુખી થાય એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને મધ્યમ વક્તા કહ્યા છે. શુકદેવજીની કથાથી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજીને કથા કરતી વખતે ખબરે ય નથી કે સામે કથામાં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યથી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મદૃષ્ટિવાળા શુકદેવજીને ઉત્તમ વક્તા કહ્યા છે.   સમષ્ટિ (જગત) હવે સુધરે-તેમ લાગતું નથી. હા-કદાચ વ્યક્તિ સુધરી શકે. વિષયવાસનાથી જેનું મન ભરેલું છે-તે સમાજને