ભાગવત રહસ્ય - 52

  • 730
  • 340

ભાગવત રહસ્ય-૫૨   શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. આરંભથી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે છે.શ્રીકૃષ્ણ ચરિત્રનો આરંભ –પુતના ચરિત્રથી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે.જે ગતિ માતા યશોદાને આપી છે-તેવી જ ગતિ પુતનાને પણ આપી છે.શિશુપાળ-ભરી સભામાં ગાળો આપે છે-તેને મુક્તિ આપે છે. જે ભીષ્મ પિતાએ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે. શ્રી કૃષ્ણ ચરિત્રનો અંત-માં જરા પારધી બાણ મારે છે-.(જરાનો અર્થ થાય છે –વૃદ્ધાવસ્થા-કૃષ્ણ તો મહાન યોગી છે-તેમને વૃદ્ધાવસ્થા બાણ કેવી રીતે મારી શકે ?-પણ આ યે એક લીલા છે)-પારધી ને ખબર પડી-ભૂલ થી બાણ મરાણું