ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… પ્રકરણઃ૨ … સ્વામી શ્રીસચ્ચિદાનંદજી. “જય અન્નપૂર્ણા !” હું ગુરુની શોધમાં નીકળ્યો હતો અને મારે કુંભમેળામાં જવું હતું. કુંભમેળાને હજી ત્રણેક મહિનાની વાર હતી. મારી યોજના એવી હતી કે સુરત ટાપ્ટીવેલી રેલવેના પાટે પાટે ભુસાવળ થઈને પ્રયાગરાજ પહોંચવું. પ્રયાગરાજ પહોંચવા ત્રણ મહિના પર્યાપ્ત હતા. મેં સાંભળ્યું હતું કે કુંભમેળામાં લાખો સાધુઓ ભેગા થાય છે. મને આશા હતી કે આમાંથી કોઈ નો કોઈ મને સદ્ગુગુરુ મળી રહેશે. મારું ધ્યેય માનવજીવનનું એકમાત્ર લક્ષ્ય – મોક્ષ હતું.મોક્ષ ના મેળવી શકાય તો જીવન વ્યર્થ છે.