નિતુ - પ્રકરણ 20

  • 2.3k
  • 1.5k

  નિતુને આજે પણ પોતાનો પાડોશ પ્રેમ જ કામ લાગ્યો. હરેશ ગાડી લઈને આવ્યો અને બધાએ ભેગા મળીને શારદાને તેની ગાડીમાં બેસારી. પોતાના ખોળામાં માનું માંથુ મૂકી તે બેસી ગઈ. શારદાને શું ચાલી રહ્યું છે? આસપાસ શું થઈ રહ્યું છે? તેની કોઈ ભાન નહોતી. નિતુ અને ધીરુભાઈ તેની સાથે બેસી ગયા અને કૃતિએ તેઓને કહ્યું, "તમે જાઓ હું સાગરને ફોન કરું છું. અમે બંને સાથે આવીયે." તેને લઈને હરેશ નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો અને હાજર ડોક્ટરને બોલાવી તેની સારવાર શરૂ કરાવી. તપાસ કરી ડોક્ટરે તેને સીધા આસીયુમાં એડમિટ કરવા કહ્યું. ડોક્ટર બહાર આવે તેની રાહે બધા બેઠા હતા. આ બાજુ કૃતિએ સાગરને ફોન લગાવ્યો.