ભાગવત રહસ્ય - 50

  • 628
  • 250

ભાગવત રહસ્ય-૫૦   નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલાએ કૃપા કરી ખરી!! એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળીને હું જપ કરતો હતો.ત્યાં જ –પ્રકાશમાંથી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.મને બાલકૃષ્ણલાલના સ્વરૂપની ઝાંખી થઇ.   પીળું પીતાંબર પહેર્યું છે. કેડ પર કંદોરો છે. આંખમાં મેંશ આંજી છે.કાનમાં કુંડલ પહેર્યા છે.મસ્તક પર મોરપીંછ છે.મારા કૃષ્ણે કસ્તુરીનું તિલક કર્યું છે. વક્ષસ્થળમાં કૌસ્તુભમાળા ધારણ કરેલી છે. નાકમાં મોતી, હાથમાં વાંસળી છે.અને આંખો-પ્રેમથી ભરેલી છે.   મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ-સરસ્વતીમાં પણ નથી.હું દોડ્યો-કૃષ્ણ ચરણમાં વંદન કરવા-પણ-હું જ્યાં વંદન