ભાગવત રહસ્ય - 49

  • 824
  • 404

ભાગવત રહસ્ય-૪૯   ગુરુ એ કહ્યું-રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે.ખાવા બેસ ત્યારે એવી ભાવના કર કે-કનૈયો જમવા બેઠો છે. સૂએ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કર-યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કર.બેટા,તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણનું સ્વરૂપ અતિ મનોહર છે. બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે.   નારદજી કહે છે કે-મારા ગુરુજી મને છોડી ને ગયા.મને ઘણું દુઃખ થયું. દુર્જન જયારે મળે ત્યારે દુઃખ આપે છે-સંત જયારે છોડી ને જાય ત્યારે. દુઃખ આપે છે. ગુરુજીનું સ્મરણ કરતાં નારદજી રડી પડ્યા. “સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો