ભાગવત રહસ્ય - 48

  • 600
  • 240

         ભાગવત રહસ્ય-૪૮             નારદજી-વ્યાસજીને પોતાનું આત્મ ચરિત્ર કહી સંભળાવે છે. “હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. મારા ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે) નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ.   ચાર મહિના આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ચાર મહિના પછી ગુરુજી જવાની તૈયારી કરવા લાગ્યા. ગુરુજી હવે જવાના –તે જાણી મને દુઃખ થયું. ગુરુજી એકાંતમાં વિરાજતા હતા.ત્યાં હું ગયો.સાષ્ટાંગ પ્રણામ કરી-મેં ગુરુજીને કહ્યું કે-મને આપ સાથે લઇ જાવ.મારો ત્યાગ ના કરો. હું આપના શરણે આવ્યો છુ. હું આપને ત્રાસ નહિ