ભાગવત રહસ્ય - 46

  • 838
  • 362

ભાગવત રહસ્ય-૪૬   પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.પ્રભુએ પોતાનું- નામ- પ્રગટ રાખ્યું છે-પણ પોતાનું સ્વ-રૂપ છુપાવ્યું છે. જયારે લાડીલા ભક્તો-પરમાત્માની બહુ ભક્તિ કરી ભગવાન ને લાડ લડાવે છે-ત્યારે-જ પરમાત્મા પોતાનું સ્વ-રૂપ બતાવે છે.   અરે! સામાન્ય –જીવ પણ-જ્યાં પ્રેમ ના હોય-ત્યાં- પોતાનું સ્વરૂપ(વસ્તુ) છુપાવે છે.અજાણ્યા અને પારકાના સામે તિજોરી પણ ખોલતો નથી. જેના તરફ થોડો પ્રેમ હોય તો-વગર કહ્યે બધું બતાવે છે.અને જો અતિશય પ્રેમ હોય તો-તિજોરીની ચાવી પણ આપી દે છે.તો પછી-અતિશય પ્રેમ વગર-પરમાત્મા પણ કેવી રીતે પ્રગટ થાય ? જીવ જયારે અતિશય પ્રેમ કરે છે-ત્યારે-જ-ભગવાન માયાનો પડદો દૂર હટાવી દે છે-અને પ્રગટ