ભાગવત રહસ્ય - 45

  • 788
  • 352

ભાગવત રહસ્ય-૪૫   વ્યાસજી કહે છે- તમારી વાત સાચી છે. મારું મન અશાંત છે.પણ અશાંતિનું કારણ શું છે? તે સમજાતું નથી. જાણતો નથી.મારી કાંઇક ભૂલ થઇ છે. પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો.હું તમારો ઉપકાર માનીશ.મારી ભૂલ હું સુધારીશ.   પ્રત્યક્ષમાં વખાણ કરનાર ઘણા મળે છે.પણ ભૂલ બતાવનારા મળતા નથી.જેને તમારી લાગણી હશે તે જ તમને તમારી ભૂલ બતાવશે. માટે જે-તમારી ભૂલ બતાવે તેનો ઉપકાર માનજો. મનુષ્યને પાપ કરતાં શરમ નથી આવતી-પણ પાપની કબુલાત કરતાં શરમ આવે છે. ભૂલ કબુલ કરતાં શરમ આવે છે.વ્યાસજીનો વિવેક જોતાં-નારદજીને આનંદ થયો.   નારદજીએ કહ્યું-મહારાજ આપ નારાયણના અવતાર