ભાગવત રહસ્ય - 44

  • 294
  • 100

ભાગવત રહસ્ય-૪૪   સૂતજી કહે છે-દ્વાપરયુગની સમાપ્તિનો સમય હતો. બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો-સમ્યપ્રાશ- આશ્રમ છે. ભાગવતની રચના ત્યાં થઇ છે.વ્યાસજીને કળિયુગના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં. (બારમાં સ્કંધમાં આનું વર્ણન કર્યું છે.વ્યાસજીએ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.)   વ્યાસજીએ જોયું(વિચાર્યું)- કે –કળિયુગમાં લોકો વિલાસી થશે-મનુષ્યો બુદ્ધિહીન થશે. વેદશાસ્ત્રનું અધ્યયન કરી શકશે નહિ. આથી તેમણે વેદના ચાર વિભાગ કર્યા. પણ પાછું ફરીથી વિચાર્યું કે-વેદનું પણ કદાચ અધ્યયન કરે તો તેને સાચી રીતે સમજી શકશે નહિ-તેના તાત્પર્યનું (તત્વનું) જ્ઞાન થશે નહિ. તેથી સત્તર પુરાણોની રચના કરી. વેદોનો અર્થ સમજાવવા –વ્યાસજીએ પુરાણો