ભાગવત રહસ્ય-૪૩ ભગવાન વ્યાસે-ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ –ભાગવત -નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ, ધર્મ-જ્ઞાન વગેરે સાથે જયારે સ્વધામ પધાર્યા-ત્યારે –આ કળિયુગમાં અજ્ઞાનરૂપી –અંધકારથી –લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ(અજવાળા રૂપ) છે. સૂતજી કહે છે કે-શુકદેવજીએ –પરીક્ષિતરાજાને આ કથા સંભળાવેલી-તે વખતે હું ત્યાં હાજર હતો. હું હાથ જોડીને ઉભો હતો.ગુરુદેવે કૃપા કરીને મને બોલાવ્યો. મને પરીક્ષિત પાસે બેસાડ્યો. યથામતિ આ પુરાણકથા હું તમને સંભળાવું છુ. શૌનક્જીએ પૂછ્યું કે-વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો? શુકદેવજીની જન્મથી જ બ્રહ્માકારવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને