ભાગવત રહસ્ય - 41

  • 526
  • 236

ભાગવત રહસ્ય-૪૧   ભક્તિમાં આનંદ છે.કદીક ભક્તિ માં આનંદ આવતો નથી-તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી નથી.માનવ ભક્તિ કરે છે-પણ મોટે ભાગે-ધનથી-શરીરથી –ભક્તિ કરે છે.મનથી કરતો નથી.વાણી ભગવાનનાં નામનો ઉચ્ચાર કરે પણ મન જો ભગવાનનું સ્મરણ ના કરે તો-તેનો કોઈ અર્થ નથી.સેવામાં- ક્રિયા –એ મુખ્ય નથી. –ભાવ- એ મુખ્ય છે. ભાવથી ભક્તિ સફળ થાય છે.   સર્વ વિષયો મનમાંથી હટાવો-તો સેવામાં જરૂર આનંદ આવશે.શ્રીકૃષ્ણ વિના બધું તુચ્છ છે-શ્રીકૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે.-એવું દ્રઢ જ્ઞાન થશે –તો ભક્તિ થશે. પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો જ પડશે. “પ્રેમ ગલી અતિ સાંકરી-તામે દો ન સમાય”