ભાગવત રહસ્ય-૪૦ જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય-એ-મનુષ્યો માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી-કે-જેમાં કોઈ પ્રકારની કામના ના હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિથી-હૃદય-“આનંદ રૂપ પરમાત્મા” ની પ્રાપ્તિ કરીને-કૃત-કૃત્ય થઇ જાય છે.(ભાગવત-૧-૨-૬) સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે. આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વરથી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે. અંશ-અંશીથી વિખુટો પડ્યો છે. તેથી તે દુઃખી છે. તે અંશ-અંશીમાં મળી જાય –તો જીવનું કલ્યાણ થાય. ભગવાન કહે છે-કે-તું મારો અંશ છે-તું મને મળીને કૃતાર્થ થઈશ. નર એ નારાયણ નો અંશ છે.(આત્મા એ