ભાગવત રહસ્ય-૩૭ ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધીના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચૌદ વખત તેઓએ પાછું ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની-તે વખતે - હતી. ચાંગદેવને જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઇ.-પણ પત્રમાં સંબોધન શું લખવું ? જ્ઞાનેશ્વર પોતાની ઉંમરમાં પોતાનાથી નાના-માત્ર સોળ વર્ષના –હતા-એટલે –પૂજ્ય તો કેમ લખાય ? વળી આવા મહાજ્ઞાનીને ચિરંજીવી પણ કેમ લખાય ? આવી ભાંજગડમાં જ –તે પત્રની શરૂઆત પણ ના કરી શક્યા. તેથી તેમણે કોરો પત્ર