ભાગવત રહસ્ય - 36

  • 288
  • 102

ભાગવત રહસ્ય-૩૬   નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ-આનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણનું સુખ એજ અમારું સુખ-એવો -પ્રેમનો આદર્શ હતો.શુદ્ધ પ્રેમમાં પ્રિયતમના સુખનો જ વિચાર કરવાનો-પોતાના સુખનો નહિ. એક ગોપીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે-કૃષ્ણના વિયોગમાં અમારી દશા કેવી છે, તેનો –ઉદ્ધવજી –આપે અનુભવ કર્યો છે,મથુરા ગયા પછી,શ્રીકૃષ્ણને કહેજો –કે-   આપ મથુરામાં આનંદથી બિરાજતા હો-તો અમારા સુખ માટે-વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહિ-અમારો પ્રેમ- જાતને સુખી કરવા માટે નહિ પણ-શ્રીકૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ-વિલાપ કરીએ છીએ-પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો-સુખી રહે.અમારા સુખ માટે તેઓ અહીં