ભાગવત રહસ્ય - 34

  • 890
  • 436

ભાગવત રહસ્ય-૩૪   પ્રેમમાં કંઈ લેવાની ઈચ્છા થતી નથી. પ્રેમમાં સર્વ-સમર્પણની ભાવના થાય છે.આપવાની- ભાવના થાય છે.મોહ –ભોગ –માગે છે.જયારે પ્રેમ-ભોગ- આપે છે. પ્રેમમાં માગણી ના હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો-સમજવો. ભક્તિમાં -માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી-પણ ભગવાન જશે.   ગીતાજી માં કહ્યું છે કે-(ગીતા-અ.૭-શ્લોક-૨૩) સકામી (ફળની ઈચ્છાથી કર્મ કરવા વાળા) ભક્તો-જે જે દેવતાઓની પૂજા કરે છે-તે તે દેવતાઓ દ્વારા-હું તેમને ઈચ્છિત ભોગો આપું છું.પરંતુ મારી નિષ્કામ (ફળની ઈચ્છા વગરનું –ફક્ત પ્રભુ માટેનું કર્મ) ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે.   ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે-પરંતુ-પછી- ભગવાન મળશે નહિ. તમે ભગવાન પાસે