ભાગવત રહસ્ય - 33

  • 1k
  • 478

ભાગવત રહસ્ય-૩૩   અંધારામાં પડેલું દોરડું-સર્પ રૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ પડતા –તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે.એ ---રજ્જુ-સર્પ ન્યાયે-આ સંસાર અસત્ય હોવા છતાં –માનવીને અજ્ઞાનને કારણે (અજ્ઞાનના અંધારાના કારણે) -તે સત્ય હોય તેમ ભાસે છે.જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમને જગત સત્ય –જેવું- લાગે છે.   આ દ્રશ્ય જગત –ભ્રમ રૂપ છે.-ખોટું છે-તેમ છતાં –સત્યરૂપ પરમેશ્વરના આધારે તે ટકેલું હોવાથી –સત્ય-જેવુંભાસે છે. જગતનું અધિષ્ઠાન (આધાર)-ઈશ્વર –સત્ય હોવાથી –જગત અસત્ય હોવાં છતાં સત્ય લાગે છે. રાજાએ ખોટાં મોતીનો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠાને કારણે-લોકો માનશે કે-રાજાએ સાચા મોતી નો હાર પહેર્યો છે. રાજાના