ભાગવત રહસ્ય - 30

  • 368
  • 160

ભાગવત રહસ્ય-૩૦ સ્કંધ-૧   કોઈ પણ સત્કર્મની શરૂઆત –મંગલાચરણથી કરવામાં આવે છે.સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નો)ની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે. કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.   તેથી આ દેવોને પણ - પ્રાર્થના કરવી પડે છે.-કે –અમારા સત્કાર્ય માં વિઘ્ન ના કરશો. સૂર્ય અમારું કલ્યાણ કરો.વરુણદેવ અમારું કલ્યાણ કરો...વગેરે..જેનું આચરણ મંગલ છે-તેનું મનન અને ચિંતન કરવું—એ મંગલાચરણ.એવા એક માત્ર પરમાત્મા છે. શ્રીકૃષ્ણનું ધામ મંગલ છે.નામ મંગલ છે. સંસારની કોઈ વસ્તુ