ભાગવત રહસ્ય - 28

  • 850
  • 444

ભાગવત રહસ્ય-૨૮   ધન્ધુકારી માટે કથા કરી તે આષાઢ મહિનામાં કરી છે. શ્રાવણ મહિનામાં લોકોએ આગ્રહ કર્યો એટલે –ગોકર્ણ ફરીથી કથા કરવા બેઠા છે.કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી, એકવાર ભૂલ થઇ –અને તેથી અમે રહી ગયા.અતિશય સાવધાન થઈને બધાં કથા સાંભળે છે. વક્તા –શ્રોતા નું મન એક થયું છે. પ્રભુ-પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઇને પધાર્યા છે.   કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણામાં ભક્તિ છે-પણ છિન્ન ભિન્ન છે. તેને પુષ્ટ કરવાની છે. ભાગવતની કથાથી ભક્તિ પુષ્ટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ વધે તો મુક્તિ