ભાગવત રહસ્ય - 27

  • 416
  • 188

ભાગવત રહસ્ય-૨૭   ભાગવતની કથા શ્રવણ કરે –તો વાંસની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્માની કથા સાંભળ્યા પછી –ધીરે ધીરે આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે-આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે.ગાંઠ છોડવાનું કહ્યું છે(વિવેકથી)—ગાંઠ કાપવાનું નહિ.ભગવાનના નામનો જપ કરશો—તે એકલો જ સાચો છે-એમ માની ને તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે.   એક ગૃહસ્થનો નિયમ-કે બાર વર્ષથી ભાગવત કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે. એક દિવસ શેઠને બહારગામ જવાનું થયું. કથા સાંભળવાના નિયમનો ભંગ કેવી રીતે થાય ? તેમણે બ્રાહ્મણને કહ્યું-મારાથી કાલે કથા નહિ સંભળાય-નિયમનું શું થશે ? બ્રાહ્મણે કહ્યું-તમારા બદલે તમારો પુત્ર કથા