ભાગવત રહસ્ય - 26

  • 1k
  • 1
  • 524

ભાગવત રહસ્ય-૨૬   ગોકર્ણે ધન્ધુકારીના મરણના સમાચાર સાંભળ્યા.તેઓ ફરતાં ફરતાં ગયાજીમાં આવ્યા છે. તેમણે સાંભળ્યું કે –મારા ભાઈની દુર્ગતિ થઇ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધન્ધુકારી પાછળ ગયાજીમાં શ્રાધ્ધ કર્યું છે. ભગવાનના –ચરણમાં- પિંડદાન કર્યું છે. ગયા શ્રાધ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં –વિષ્ણુ પાદ (વિષ્ણુ ના ચરણ) છે.     તેની કથા એવી છે.-કે-ગયાસુર કરીને એક રાક્ષસ હતો તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કહ્યું કે વરદાન માંગ.તે બ્રહ્માને કહે છે-કે-તમે શું વરદાન આપવાના હતા ? તમારે મારી પાસેથી કઈ માગવું હોય તો માંગો.તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા હતા .આ અસુર કેમ મરશે ? એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું –શરીર-માગ્યું.યજ્ઞ કુંડ ગયાસુરની