ભાગવત રહસ્ય - 25

  • 984
  • 504

ભાગવત રહસ્ય-૨૫   ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજીની સેવા(રામની મૂર્તિની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ.   સતત પ્રભુના દર્શન કરવાં તે અઘરું છે.તેથી મહાપુરુષો સતત પ્રભુના નામમાં પ્રીતિ રાખે છે. નામમાં રત રહે છે.ભગવાનના નામ સાથે પ્રેમ કરો. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે,