કાંતા ધ ક્લીનર - 24

  • 1.8k
  • 1
  • 1.1k

24.'હવે ઝડપ કરવી પડશે.' કહેતી કાંતા પિસ્તોલ એ વેક્યુમ ક્લીનરની અંદર જ સંતાડી, વીંટી હળવેથી એપ્રન ઊંચો કરી ડ્રેસ આગળ ખેંચી તેની અંદર છેક પોતાની છાતીને અડી રહે તેમ સંતાડતી ફટાફટ ત્યાંથી નીકળી. તે ખોટું કામ કરી રહી છે એમ મન પોકારતું હતું છતાં તેણે આકાશ સામે હાથ જોડ્યા.એક પણ સેકંડ રોકાયા વગર બાકીના બધા રૂમની સફાઈ પૂરી કરી તે ટ્રોલી લઈ સર્વિસ લિફ્ટ પાસે ઊભી ત્યારે લંચ અવરના સમયને વીસ મિનિટ હતી. તે ગ્રાઉન્ડ ફ્લોર આવી પહોંચી. બસ, હવે બે મિનિટ. બેઝમેન્ટમાં કર્મચારીઓનાં લોકર હતાં ત્યાં લિફ્ટ પહોંચે એટલી જ વાર. રાહત પામતી તે ડોર બંધ થવાની રાહ જુએ