ભાગવત રહસ્ય - 20

  • 462
  • 210

ભાગવત રહસ્ય-૨૦   તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુન્ધુલી સાથે રહેતો હતો.આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુન્ધુલી સ્વભાવથી ક્રૂર,પારકી પંચાત કરવાવાળી અને ઝગડાળુ હતી.આત્મદેવ નિઃસંતાન હતા. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા,પણ સફળતા મળી નહિ,એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો, અને વન પ્રતિ પ્રયાણ કર્યું.   ફરતાં ફરતાં રસ્તામાં નદી કિનારે એક સન્યાસી મહાત્મા મળ્યા. આત્મદેવ તેમની સામે રડવા લાગ્યા. મહાત્માએ રડવાનું કારણ પૂછ્યું.આત્મદેવ કહે છે કે-ખાવાનું ઘણું મળ્યું છે,પણ ઘરમાં ખાનારો કોઈ નથી.એટલે હું દુઃખી છું.મહાત્માએ કહ્યું કે-તારે ઘેર પુત્ર નથી